૭૫ કરોડ સૂર્યનમસ્કાર અભિયાન
૭૫ કરોડ સૂર્યનમસ્કાર અભિયાન
આથી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણાના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર તથા સામાજિક સંગઠનો દ્વારા સ્વતંત્રતાના આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશની અંદર ૭૫ કરોડ સૂર્યનમસ્કાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આપણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા 25 લાખ જેટલા સૂર્યનમસ્કારનું લક્ષ્ય નક્કી કરેલ છે, તો આ અભિયાનમાં આપણે સૌ વિદ્યાર્થીઓ તેમજ તમારા માતા-પિતા અને આજુ બાજુના સ્નેહીજનોને સૂર્યનમસ્કારના આ પ્રોગ્રામમાં જોડવા માટે આહવાન કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રોગ્રામ તારીખ 30/01/2022 થી 07/02/2022 સુધી આયોજન કરવામાં આવેલું છે, જેમાં દરરોજ ફક્ત 15થી 20 મિનિટના સમયનો ઉપયોગ કરી સવારના ઉગતા સૂર્યને સમય રોજ ૧૩ જેટલા સૂર્યનમસ્કાર કરવામાં આવે, આ સૂર્યનમસ્કાર દ્વારા શરીરને વ્યાયામ મળે છે, તેમજ તેના ઘણા શરીરને ફાયદા મળે છે. આથી આપ સર્વે આ પ્રોગ્રામમાં જોડાઑ તે માટે નમ્ર અરજ કરીએ છીએ.
આ પ્રોગ્રામમાં જોડાવા માટે ની લીંક નીચે આપેલી છે .
સૂર્યનમસ્કાર કેવી રીતે કરવા ?
સૂર્યનમસ્કાર કરવા માટે વિવિધ શ્રેણી બદ્ધ તબક્કા જાણવા માટે નીચેની PDF ફાઈલ પર ક્લિક કરો.