ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા નાટક કાર્યક્રમ
તારીખ 10 સપ્ટેમ્બર 2022 શનિવારે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની ખાસ ઉપસ્થિતિ પ્રસંગે ગુજરાત રાજ્ય નાટક સંગીત અકાદમી પ્રેરિત અને નૈસર્ગ મિસ્ત્રી દીર્ષિત @ મસ્તી.કોમ નાટકની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં મહેમાન તરીકે કોલેજ પ્રિન્સિપાલ સુશિલાબેન હતા. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓઅધ્યાપકો પણ જોડાયા આ ખાસ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ ડૉ. ડી. આર. પટેલ અને કેટલાક વય નિવૃત અધ્યાપકો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. કમલેશ દવે, રાજેશ ભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન પાર્થ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.