કોલેજનો વાર્ષિકોત્સવ 2024
Annual Function 2024
મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ મહેસાણા દ્વારા તારીખ 8 અને 9 ફેબ્રુઆરી 2024 ના રોજ બે દિવસથી વાર્ષિકોત્સવ અને પરિતોષિત વિતરણ સમારોહ યોજાયો. જેમાં રંગારંગ કાર્યક્રમના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે ઊંઝા બી.એડ કોલેજના પ્રિન્સિપલ ડો. આશિષ ઠાકર સાહેબ તથા સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે.કે.પટેલ સાહેબ અને કોલેજ પ્રિન્સિપાલ એમ.કે.ઠાકોર સાહેબ વિદ્યાર્થીઓને આશિરવચન આપ્યા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્કીટ, એકાંકી, તથા ડાન્સ, ફોક ડાન્સ રજૂ કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા નીતાબેન ગોળ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ બીજા દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે ચેતનભાઇ પટેલ જેઓ યુવા ઇનોવેટર શોધયાત્રા ના કો-ઓર્ડીનેટર રહ્યાં છે તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઇનોવેશન દ્વારા રોજગાર પ્રાપ્તિ વિશેની સમજ આપી હતી, તથા ખાસ ઉપસ્થિતિ ભૂતપૂર્વ પ્રિન્સિપલ ડો.ડી.આર.પટેલ સાહેબની પણ રહી.આ દિવસે વિદ્યાર્થીઓને વર્ષ 2023-24 દરમિયાન કરવામાં આવેલી સાંસ્કૃતિક, સ્પોર્ટ્સ,NCC ,NSS ની પ્રવૃતિ અને શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર પારિતોષિત સમારંભનું સંચાલન ડો.વિમલ વૈધ સાહેબ દ્વાર કરવા માં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવાર ના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Press Note : https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/municipal-arts-and-urban-bank-science-college-held-60th-annual-awards-ceremony-132564345.html